નવી દિલ્હી: દુનિયાભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસ પર સતત રિસર્ચનું કામ ચાલુ છે. વૈજ્ઞાનિકો એ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે કે કોવિડ-19 નાનો આ વાયરસ આખરે કેટલો જોખમી છે કે પછી તે દર્દીઓ પર કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટને SARS-CoV-2 નું સાયન્ટિફિક નામ આપ્યું હતું. કહેવાય છે કે ભારતમાં મોટાભાગે કોરોનાના વેરિયન્ટ યુરોપથી મુસાફરો લઈને આવ્યાં અને એનો જ પ્રભાવ દેશમાં સૌથી વધુ છે. હાલ દેશમાં કોરોનાની જે પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી છે તે યુરોપથી આવેલી છે. અત્રે જણાવવાનું કે આમ તો કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાનથી થઈ પરંતુ અલગ અલગ દેશોમાં પહોંચ્યા બાદ વાયરસે રંગરૂપ બદલ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી તરફથી શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સામે એક રિપોર્ટ રજુ કરાયો. મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં કહેવાયું કે ભારતમાં કોરોના વાયરસના મોટાભાગના સ્ટેરન યુરોપ અને સાઉદી અરબથી આવ્યાં. જો કે જાન્યુઆરીની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસના કેટલાક વેરિયન્ટ ચીનથી પણ આવ્યાં હતાં. અભ્યાસમાં જાણવા મળ્યું કે SARS-CoV-2ના D164G જીન વેરિયન્ટમાં હવે થોડી કમી આવી રહી છે. આ વેરિયન્ટ મોટાભાગે દિલ્હીમાં છે અને આ જ કારણ છે કે અહીં કોરોનાના ટ્રાન્સમિશનમાં ઘટાડો થઈ રહ્યો છે. 


લોકડાઉનનો થયો ફાયદો
વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો કે દેશભરમાં લોકડાઉનથી ખુબ ફાયદો થયો છે. ખાસ કરીને માર્ચ અને મે મહિનાની વચ્ચે લોકડાઉનના કારણે વાયરસ ફેલાઈ શક્યો નહીં. હકીકતમાં તે વખતે દેશભરમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ઉડાણો બંધ હતી. આવામાં કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ દેશમાં ફેલાઈ શક્યા નહીં. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો કે ભારત જેવા મોટા દેશમાં કોરોના અલગ અલગ રીતે લોકો પર અસર કરી રહ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube